મોરબી: મોરબીના અયોધ્યાપુરી મેઈન રોડ ઉપર આવેલ કોમ્પ્લેક્સમાં વેપારીએ લમણે ગોળી જીકી આત્મહત્યા કરી લેતા ચકચાર જાગી છે. જાણવા મળતી વિગતો મુજબ અયોધ્યાપુરી મેઈન રોડ પર આવેલ સત સાહેબ કોમ્પ્લેક્ષ માં સચિન હસમુખ રાઈચૂરા નામના એક વેપારીએ રિવોલ્વર માંથી પોતાને ગોળી મારી આત્મહત્યા કરી લેતા લોકોના ટોળેટોળા એકઠા થયા છે. વધુમાં ઘટના સ્થળે પોલીસ કાફલો પહોંચી ગયો છે અને વેપારીના પરિવારજનોના જણાવ્યા મુજબ બીમારીથી કંટાળી વેપારીએ આત્મહત્યા કાર્યનું જણાવતા પોલીસે પ્રાથમિક કારણ ઉપર તપાસ શરૂ કરી છે.