મોરબી : મોરબીમાં વરિયા મંદિરના લાભાર્થે ક્રિષ્ના ઇલેવન ગ્રૂપ દ્વારા પરશુરાના પોટરી ગ્રાઉન્ડ ખાતે આગામી તા. ૧૭ને રવિવારના રોજ ક્રિકેટ ટુર્નામેન્ટનું ધમાકેદાર આયોજન કરવામાં આવ્યું છે. પ્રજાપતિ સમાજના યુવાનોમાં રમત ગમતના માધ્યમથી એકતા જળવાઈ તેમજ પરિવારની ભાવના જળવાઈ રહે તેવા આશયથી ક્રિષ્ના ઇલેવન ગ્રુપ દ્વારા આગામી તા. ૧૭ ને રવિવારના રોજ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટ પરશુરાના પોટરી ગ્રાઉન્ડ , મોરબી -૨ ખાતે યોજાનાર છે. ટુર્નામેન્ટમાંથી થનાર આવક વરિયા મંદિરના લાભાર્થે વાપરવામાં આવશે. વધુ વિગત માટે રાકેશભાઈ ભોરણિયા મો.નં. ૯૮૨૫૧ ૮૨૭૨૯, પંકજભાઈ ઊંટવાડીયા - 98790 14679, બળવંતભાઈ વારેવાડીયા 98798 73764, પ્રકાશભાઈ નારાનીય 98793 10342, તથા પ્રકાશભાઈ ધારોડિયા 98258 66944 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.