વર્ષામેડી અને નવલખી વચ્ચે બનેલી ઘટના માળીયા : માળીયા મિયાણાના વર્ષામેડી અને નવલખી વચ્ચે ટેન્કર પલટી મારી જતા નવલખી પોર્ટ ટ્રસ્ટના ડ્રાઇવરનું મૃત્યુ નીપજ્યું હતું. જાણવા મળ્યા મુજબ માળીયા મિયાણા નજીક વર્ષામેડી અને નવલખી વચ્ચે આજે સવારે દસ વાગ્યા ની આસપાસ નવલખી પોર્ટ મા ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા અજીતદાન નારૂભા ઈસરાણી જાતે ગઢવી ઉ.૫૨ રહે.નવલખી પોર્ટ કૉલોની વીસીપરા મોરબી વાળા મેરી ટાઈમ બોર્ડ નુ ટેન્કર નબર જી.જે.૩ વાય ૮૫૩૧ લઈ ને નવલખી પોર્ટ તરફ જઈ રહ્યા હતા એ દરમ્યાન અચાનક ટેન્કર પલ્ટી મારી જતા ડ્રાઈવર અજીતદાન ને ગંભીર હાલત મા મોરબી સિવીલ હોસ્પીટલ મા ખસેડાયા હતા. જ્યા તેમને સારવાર મળે એ પહેલા જ મોત નિપજ્યું હતુ આ બનાવની માળીયા મીયાણા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે આ જ જગ્યા એ થોડા દિવસ પહેલા મુસ્લીમ યુવાનો ની એસન્ટ કાર ને અકસ્માત નડ્યો હતો જેમા ચાર ના મોત નિપજ્યા હતા ત્યારે ટુકા જ ગાળા મા આ બીજી ઘટના બનતા ડ્રાઈવીંગ કરી ગુજરાન ચલાવતા ગઢવી પરિવાર શોકમા ગરકાવ થઈ ગયો હતો. [gallery size='medium' td_select_gallery_slide='slide' ids='16829,16830']