પારેખ શેરી ખાતેના આ મહોત્સવમાં દરરોજ મોટી સંખ્યામાં ઉમટી ધર્મલાભ લેતા ભાવિકો મોરબી : મોરબી શહેરમાં ઠેર ઠેર ગણપતિ મહોત્સવની ઉજવણી ચાલી રહી છે જેમાં પારેખ શેરીમાં સ્વસ્તિક ગ્રુપ આયોજીત ગણપતિ મહોત્સવમાં મહાઆરતી, ઘુન,બરફના શિવલીંગ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. મોરબીના ગ્રીન ચોક વિસ્તારમાં આવેલ પારેખ શેરીમાં વિસ્તારમાં સ્વસ્તિક ગ્રુપ દ્વારા વાજતે ગાજતે ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.અને આ વિસ્તારના સમગ્ર રહીશો દરરોજ સવાર સાંજ પૂજા અર્ચના કરીને દુધાળા દેવની આરાધના કરી રહયા છે.ત્યારે ગતરાત્રે આ ગણેશ મહોત્સવમાં ધુન, ભજન,સહિતના કાર્યકમોનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં આ વિસ્તાર ની મોટી સંખ્યામાં લતાવાસીઓ જોડાય ને ભક્તી ભાવ પૂર્વક ગૌરીનંદનની આરાધના કરી હતી.દરવર્ષની જેમ આ વર્ષે પણ તો આગામી દિવસોમાં ગ્રુપ દ્વારા બરફ ની શિવલિંગ બનાવવામાં આવશે. જેનો બહોળી સંખ્યામાં ભકતજનો દર્શનનો લ્હાવો પણ લે છે.