સામાકાંઠે મહારાણા ચોકમાં અભિવાદન સમારોહ યોજાશ: કાર્યકર્તાઓમાં અનેરો ઉત્સાહ મોરબી: આગામી સોમવાર ના રોજ હીન્દુ યુવા સંગઠન ના સુપ્રીમો રઘુવીર સિંહ જાડેજા મોરબી પધારવાના છે. જે અંતર્ગત બપોરે ૧ થી ૩ સામા કાંઠે મહારાણા પ્રતાપ ચોક ગેંડા સર્કલ ખાતે અભિવાદન સમારોહ નુ આયોજન કરવા મા આવેલ છે. મોરબીમાં સોમવારના રોજ હિન્દૂ યુવા સંગઠનના સુપ્રીમો રઘુવીરસિંહ જાડેજાનું આગમન થવાનું છે.ત્યારે હિન્દૂ યુવા સંગઠનના કાર્યકર્તાઓ દ્વારા રઘુવીરસિંહ જાડેજાને આવકારવા માટે પુરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. સામાકાંઠે આવેલા મહારાણા પ્રતાપ ચોક ખાતે રઘુવીરસિંહ જાડેજાના અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.આ કાર્યક્રમ મા તમામ હીન્દુઓ ને ઉપસ્થિત રહેવા મોરબી હીન્દુ યુવા સંગઠન ના પ્રમુખ મનોજ ભાઈ મકવાણા તેમજ ઉપ પ્રમુખ રાજદીપ ભાઈ બારોટ દ્વારા અનુરોધ કરાયો છે.