સુરક્ષા ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન કરનાર મહિલાઓને કરાશે સન્માનીત મોરબી : મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આગામી તા. ૨૭ને સોમવારના રોજ સવારે ૯:૩૦ કલાકે માર્કેટીંગ યાર્ડ, શનાળા રોડ ખાતે અભયમ મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અનેક મહાનુભાવોની હાજરીમાં સુરક્ષા ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન કરનાર મહિલાઓનું સન્માન કરવામાં આવશે. મોરબી જિલ્લા વહીવટી તંત્ર આયોજિત અભયમ મહિલા સુરક્ષા સંમેલનમાં ગુજરાત બાળ અધિકાર સંરક્ષણ આયોગના ચેરમેન જાગૃતિબેન પંડ્યા, ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમના ચેરમેન નરેન્દ્રભાઈ સોલંકી, જિલ્લા પંચાયત પ્રમુખ, સાંસદો, ધારાસભ્યો, નગરપાલિકા પ્રમુખ, તાલુકા પંચાયત પ્રમુખો ઉપસ્થિત રહેશે.