મોરબી : મોરબી જિલ્લા સમસ્ત દલિત સમાજ દ્વારા સૌ પ્રથમવાર મહાન સંત એવા રોહિદાસબાપુની ૬૪૧ મી જન્મ જયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરવા માં આવ્યું છે, આ શોભાયાત્રા 31 જનયુઆરી એ સવારે ૮:૦૦ વાગ્યાથી ઉમિયા નગર મોરબી-૨ ખાતેથી નીકળશે બાદમાં દરબાર ગઢ, નહેરુ ગેટ, ગાંધી ચોક થઇ રોહિદાસબાપુના મંદિર રોહિદાસપરા સુધી બાઇક રેલી સ્વરૂપે નિકળશે, જેથી મોરબીના સમસ્ત દલિત સમાજ ને આ શોભાયાત્રા માં જોડાવા અનુરોધ કરાયો છે.