બપોરે જુદા-જુદા બગીચાઓ અને સાંજે નગર દરવાજા વિસ્તારમાં સપાટો મોરબી:મોરબીમાં સ્કૂલનો આજુબાજુ પડ્યા રહેતા છેલબટાઉ રોડ-રોમિયોને સીધા દોર કર્યા બાદ આજે એ-ડિવિઝન પીઆઇ સોનારાએ બપોરે બગબગીચાઓમાં અને સાંજે નગર દરવાજા વિસ્તારમાં સપાટો બોલાવતા આવરા તત્વોમાં ફફડાટ મચી જવા પામ્યો છે. જાણવા મળતી વિગતો મુજબ મોરબીમાં દિન-પ્રતિદિન આવરાતત્વો અને લુખ્ખાગીરી કરતા તત્વોનો ત્રાસ વધતા ગઈકાલે એ-ડિવિઝન પીઆઇ સોનારા અને સ્ટાફે સ્કૂલો નજીક સટાસટી બોલાવી છેલબટાવ રોડ રોમિયો અને ધૂમબાઈક સવારોની જાહેરમાં સરભરા કરી હતી. દરમિયાન આજે બપોરના સમયે પીઆઇ સોનારા અને ડી સ્ટાફના ભાનુભાઈ બાલાસરા સહિતનો કાફ્લો સરદાર બેગ સહિતના બગીચાઓમાં ઓચિંતા ત્રાટકી ન્યુસન્સ ફેલાવતા આવરાતત્વોની સબક શીખવ્યો હતો, સાંજ ના સમયે મહિલાઓની જ્યાં વિશેષ અવર જવર રહેછે તેવા નગર દરવાજા અને માર્કેટ વિસ્તારમાં સપાટો બોલાવી અનેક લુખ્ખા તત્વોના સીન વિખી નાખ્યા હતા. [gallery size='medium' td_select_gallery_slide='slide' ids='11311,11312,11313,11314']