મોરબી : મોરબીના કન્યા છાત્રાલય રોફ તેમજ સરદાર બેગ નજીક અડીંગો જમાવી છેડતી કરતા રોડ રોમિયોનો પદાર્થ પાઠ ભણાવી પોલીસે કાયદાનું ભાન કરાવ્યું હતું. જાણવા મળ્યા મુજબ મોરબીના સરદાર બાગ નજીક શાળા કોલેજની વિદ્યાર્થીનીઓની છેડતી કરતા રોમિયો અંગે વારંવારની ફરિયાદોને પગલે એ ડીવીઝન પી.આઈ. આર જે ચૌધરીએ સિવિલ ડ્રેસમાં વોચ ગોઠવી રોમિયોને ઝડપી લીધા હતા. વધુમાં નવા બસ સ્ટેન્ડ, કન્યા છાત્રાલય રોડ અને સરદાર બાગ નજીકના વિસ્તારમાંથી પોલીસે રોમીયોગીરી કરતા યુવાનોને ઝડપી લઈને જાહેરમાં ઉઠક બેઠક કરાવી કાયદાનું ભાન કરાવ્યું હતું. અને આ સાથે બીજી વખત કોઈ યુવતીની છેડતી નહિ કરે તેવી સોગંદ પણ લેવડાવ્યા હતા. આમ, રોમિયોગીરી કરતા યુવાનોને પોલીસે કાયદાનું ભાન કરાવીને કડક કામગીરી કરતા ખાસ કરીને કોલેજીયન યુવતીઓમાં રાહતની લાગણી ફેલાઇ હતી. [caption id='attachment_4926' align='aligncenter' width='300'] પ્રતીકાત્મક ફાઈલ તસ્વીર[/caption]