મોરબી : મોરબીના જૈન દંપતી દ્વારા વર્ષીતપ કરવામાં આવ્યા બાદ પારણાં નિમીતે આગામી તા. ૪ ને રવિવારે નવકારશી સંઘ જમણનું આયોજન કરવામાં આવ્યું છે. મોરબીના સ્વ.શાંતિલાલ ટાપુભાઈ દફતરી તરફથી આગામી તારીખ ૪ ને રવિવારે શ્રી દસાશ્રીમળી જૈન વાડી ખાતે બપોરે ૧૧ કલાકે મોરબી તમામ જૈન ભાઈઓ માટે નવકારશી સંઘ જમણનું આયોજન કરવામાં આવેલ છે. વધુમાં ચંદ્રકાન્ત દફતરીના પુત્ર સંદીપભાઈ અને પુત્રવધુ કાજલબેન ના વર્ષીતપ ના પારણા ના પ્રસંગે ઉપરોક્ત આયોજન હાથ ધરવામાં આવલ છે. જેથી સમસ્ત જૈન સમાજને પ્રસાદી લેવા પધારવા ચંદ્રકાંતભાઈ દફતરી દ્વારા જણાવાયું છે.