મોરબી : મોરબી શનાળા રોડ મોર ભગતની વાડી વિસ્તારમાં રસ્તે ચાલવા બાબતે બે પરિવારો વચ્ચે મારામારી થતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. જાણવા મળ્યા મુજબ મોરબીના સનાળા રોડ પર આવેલ મોર ભગતની વાડી વિસ્તારમાં રસ્તે ચાલવા બાબતે દેવકરણભાઇ અમરશીભાઇ પરમાર ઉવ.૪૨ ધંધો.લેથ મજુરી કામ રહે.મોરબી શનાળા રોડ મોરબી વાળાને (૧)દેવજીભાઇ કાનજીભાઇ પરમાર ઉ.વ.૫૭ (૨) ભરતભાઇ દેવજીભાઇ પરમાર ઉ.વ.૩૧ (૩) ભગવાનજીભાઇ દેવજીભાઇ પરમાર ઉ.વ.૨૮ રહે.બધા મોરબી શનાળા રોડ મોર ભગતની વાડી વાળાઓએ રસ્તામાં ચાલવા બાબતે બોલાચાલી કરતા હોય જેથી ફરીયાદીએ આરોપીને કહેલ કે તમો કેમ રસ્તામાં ચાલવા બાબતે બોલાચાલી કરો છો તેમ કહેતા આ કામના આરોપીઓ ફરીયાદીને તથા તેના બાપુજીને ગાળો આપી હતી. આ ઉપરાંત આરોપી નં.૧ના એ ફરીના માથામાં ધારીયું મારી માથામાં ટાંકા જેવી ઇજા કરેલ તથા આરોપી નં.૨નાએ ફરીના બાપુજીને ડાબા હાથના ખંભા ઉપર તથા કોણી ઉપર લાકડી મારી ઇજા કરી મારી નાખવાની ઘમકી આપી મે.જીલ્લા મેજી.સા.ના હથિયાર બંધી જાહેર નામાનો ભંગ કરી ગુનામાં એકબીજાને મદદગારી કરી ગુનો કરતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.