મોરબી : મોરબીમાં પરિણીતાને ત્રાસ આપી મેણા ટોણા મારનાર કારખાનેદાર પતિ અને તેના માતા પિતા વિરુદ્ધ પરિણીતાએ ફરિયાદ નોંધાવતા ચકચાર જાગી છે. ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીમાં ગિફ્ટ આર્ટિકલનું કારખાનું ધરાવતા નિરજભાઇ ભીખાભાઇ ચાવડા, સસરા ભીખાભાઇ પ્રેમજીભાઇ ચાવડા અને સાસુ સરોજબેન ભીખાભાઇ પ્રેમજીભાઇ ચાવડા રહે – મોરબી નગર દરવાજા પખાલી શેરી તા.જી.મોરબી હાલ- નવલખી રોડ કુબેર નગરવાળા વિરુદ્ધ નિમીષાબેન નિરજભાઇ ભીખાભાઇ ચાવડા જાતે-પખાલી રજપુત ઉ.વ. ૨૭ ધંધો-ઘરકામ, રહે. મોરબી નગર દરવાજા પખાલી તા.જી. મોરબી હાલ- નવલખી રોડ કુબેર નગર વાળાએ ઘરેલુ હિંસા અંગે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ નિમિષાબેનના પતિ નિરજભાઈ તેમના સાથે ઝઘડો કરી ગાળો દઇ માર-મારતા અને તેના સાસુ-સસરા અવાર-નવાર ઘરના કામકાજ બાબતે મેણા-ટોણા મારતા અને શારીરીક તથા માનશીક દુ:ખ ત્રાસ આપી મારકુટ કરી ગુન્હામાં એક બીજાને મદદગારી કરતા હોવાનું જણાવતા પોલીસે ઘરેલુ હિંસા મામલે ગુન્હો નોંધી આરોપીઓને ઝડપી લેવા કાર્યવાહી શરૂ કરી છે.