મોરબી : મોરબીમાં પરિણીતાને શારીરિક માનસિક ત્રાસ આપવાના કેસમાં મોરબી કોર્ટે ચાર સાસરિયાઓને પાંચ વર્ષની જેલની સજા તેમજ દરેક આરોપીઓને ૧૬ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. પ્રાપ્ત થતી વિગતો મુજબ શીતલબેન નામની પરિણીતાના લગ્ન ૨૦૦૭ ની સાલમાં થયા હતા. તેઓ પર સાયરીયા પક્ષના અનિલભાઈ મનસુખભાઈ અમૃતિયા, મનસુખભાઈ હરદાસભાઈ અમૃતિયા, પ્રેમીલાબેન મનસુખભાઈ અમૃતિયા અને કેશવજી હરદાસભાઈ અમૃતિયા એ ચાર આરોપીઓએ શારીરિક માનસિક ત્રાસ ગુજાર્યો હોવાની પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. જે અંગેનો કેસ ચીફ જયુડીશીયલ મેજીસ્ટ્રેટ જે.વી. પટેલની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ આર.એ. ગોરીની દલીલોને માન્ય રાખીને કોર્ટે દહેજ પ્રતિબંધક ધારા કલમ ૩ અને ૭ મુજબ પાંચ વર્ષની સજા અને દરેક આરોપીને ૧૬ હજારનો દંડ ફટકાર્યો છે. દહેજ કેસમાં અગાઉ કોર્ટે ત્રણ વર્ષની સજા ફટકારી હતી અને બાદમાં અપીલ કરવામાં આવતા ચીફ જયુડીશીયલ મેજીસ્ટ્રેટ કોર્ટ દ્વારા દહેજ પ્રતિબંધક ધારામાં પાંચ વર્ષની સજા ફટકારી છે.