મોરબી : મોરબી એલ.સી.બીના ભરતસિંહ ઝાલાને મળેલી ચોક્કસ બાતમીના આધારે મોરબીમાં આવેલ જનકલ્યાણ એપાર્ટમેન્ટ ફ્લેટ નંબર 603 ઉપર રેડ કરતા ગંજી પત્તાના જુગાર રમતા પાંચ ઇસમોને પોલીસે ઝડપી પાડયા છે. પ્રાપ્ત થતી વિગતો મુજબ પોલીસ કોન્સ્ટેબલ ભગીરથ સિંહ ઝાલાને ચોક્કસ બાતમી મળી હતી કે મોરબીના જનકલ્યાણ એપાર્ટમેન્ટમાં ફ્લેટ નંબર 603માં ગંજી પત્તા ઉપર હારજીતનો રોકડ રકમનો જુગાર રમાઈ રહ્યો છે. આથી બાતમી મળેલ સ્થળે રેડ કરતા પાંચ ઈસમો ગંજી પત્તાનો રોકડ હારજીતનો જુગાર રમતા જોવા મળ્યા હતા. જેમાં રાજેશ જીવરાજભાઈ ફળદુ રહે. જનકલ્યાણ એપાર્ટમેન્ટ ફ્લેટ નંબર 603, ચિરાગ વિઠ્ઠલભાઈ હદવાણી રહે. ઉમા ટાઉનશીપ વિનાયક b,101, વિજય નાનજીભાઈ વિરોજા રહે. મોરબી લક્ષ્મીનારાયણ સોસાયટી, જન કલ્યાણ એપાર્ટમેન્ટ ફ્લેટ નંબર ૪૦૪, રામભાઈ પરબતભાઈ ગોરાણીયા રહે. મોરબી, આનંદ નગર, ત્રાજપર, અલ્પેશ અમૃતલાલ લાલકીયા રહે. લાલપર સિરામિક સિટી, એચ વન, ફ્લેટ નંબર 103 તાલુકા-જિલ્લા મોરબી વાળાઓને રોકડા રૂપિયા 77200 તથા ગંજીપાનાની જોડ સહિત પકડી પાડી પાંચેય આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જુગારધારા મુજબનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.