\સનાળા રોડ પરના વેપારીઓ દ્વારા મેડિકલ વેસ્ટ મામલે ત્રાહિમામ મોરબી : મોરબી શહેરમાં હોસ્પિટલો દ્વારા ખુલ્લેઆમ મેડિકલ વેસ્ટનો નિકાલ કરવામાં આવતા આ મામલે વેપારીઓ દ્વારા જિલ્લા કલેકટરને રજુઆત કરવામાં આવી છે સાથો-સાથ અહીં દારૂની ખાલી બોટલો પણ ફેકાતી હોવાનું રજુઆતમાં જણાવાયુ છે. મોરબીના સનાળા રોડ ઉપર આવેલા કોમર્શિયલ કોમ્પ્લેક્સ નજીક આજુબાજુની હોસ્પિટલો દ્વારા મેડિકલ વેસ્ટનો ખુલ્લેઆમ નિકાલ કરવાની સાથે આવારા તત્વો દ્વારા દારૂની ખાલી બોટલો ફેંકવામાં આવતી હોય વેપારી દ્વારા જિલ્લા કલેકટરને લેખિત રજુઆત કરવામાં આવી હતી. મોરબીના રુદ્ર પ્લાઝા એપાર્ટમેન્ટના વેપારીઓની આ ચોકવનારી રજુઆત ભલે મામુલી લાગતી હોય પરંતુ આ રજુઆતથી આરોગ્ય વિભાગ અને પોલીસની પોલ ખુલ્લી પડી છે. [gallery size='medium' td_select_gallery_slide='slide' ids='17422,17423']