પાલિકાની ટીમે માસ્ક વગર નીકળેલા આ 37 લોકોને રૂ.7,400 નો દંડ ફટકાર્યો મોરબી : સરકાર અને તંત્રની લાખ ચેતવણી છતાં અમુક લોકો માસ્ક પહેર્યા વગર બજાર કે જાહેરમાં ફરતા હોય છે.આથી મોરબી પાલિકા તંત્રની ટીમે આવા લોકો સામે દંડનીય કાર્યવાહી હાથ ધરી છે જેમાં મોરબી પાલિકાની ટીમે જુના બસ સ્ટેન્ડની આસપાસના રોડ ઉપર માસ્ક પહેર્યા વગર નીકળેલા 37 લોકોને રૂ.7,400 નો દંડ ફટકાર્યો હતો. મોરબી પાલિકાની ટીમ અને પોલીસની ટીમ છેલ્લા કેટલાક સમયથી બજારમાં આવતા લોકો અને દુકાને વેપાર કરતા વેપારીઓને કોરોના સામે રક્ષણ મેળવવા ફરજિયાત માસ્ક પહેવાની સૂચના આપી રહી છે.આમ છતાં કેટલાક લોકો માસ્ક પહેર્યા વગર વિના સંકોચે જાહેરમાં નીકળતા હોવાથી આવા લોકો સામે તંત્રએ દંડનીય કાર્યવાહી હાથ ધરી હતી.જોકે થોડા દિવસો અગાઉ પાલિકા તંત્રએ બજારોમાં આવેલી દુકાનોમાં માસ્ક પહેર્યા વગર ધંધો કરતા વેપારીઓ સામે દંડનીય કાર્યવાહી કરી હતી.ત્યારે માસ્ક પહેર્યા વગર બજાર કે જાહેરમાં માસ્ક પહેર્યા વગર નીકળતા લોકો સામે પણ દંડનીય કાર્યવાહી કરી હતી.જેમાં જુના બસ સ્ટેન્ડ પાસેના રોડ ઉપર 37 લાકોને આજે માસ્ક પહેર્યા વગર નીકળવું ભારે પડ્યું હતું જેમાં મોરબી પાલિકાના સેનિટેશન ઇન્સ્પેકટર કૃષ્ણસિંહ જાડેજા સહિતની ટીમે જુના બસ સ્ટેન્ડની આસપાસના રોડ ઉપર માસ્ક પહેર્યા વગર નીકળેલા 37 લોકોને રૂ.7,400 નો દંડ ફટકાર્યો હતો.