સમસ્ત મોરબી જિલ્લા દલિત સમાજ દ્વારા પ્રથમ વખત શોભાયાત્રાનું આયોજન મોરબી : મોરબી જિલ્લા સમસ્ત દલિત સમાજ દ્વારા આજે સૌ પ્રથમવાર મહાન સંત એવા રોહિદાસ બાપુ ની ૬૪૧મી જન્મ જયંતિ નિમિત્તે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું સમસ્ત દલિત સમાજ મોરબી જિલ્લા દ્વારા પ્રથમ વખત જ સંત રોહોદાસ બાપુની જન્મ જયંતિ નિમીતે આજે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં સવારે ૮:૦૦ કલાકે ઉમિયા નગર મોરબી-૨ થી શોભાયાત્રા શરૂ થઇ હતી અને દરબાર ગઢ, નહેરુ ગેટ થઈ ગાંધીચોક આવી અને બાદમાં આ શોભાયાત્રા રોહિદાસબાપુના મંદિર રોહિદાસ પરા સુધી બાઇક રેલી સ્વરૂપે પહોંચી હતી. આજની આ શોભાયાત્રામાં મોરબી શહેર જિલ્લાના સમસ્ત દલિત સમાજ લોકો બહોળી સંખ્યામાં જોડાયા હતા અને શોભાયાત્રાને સફળ બનાવવા ગૌતમભાઈ સોલંકી સહિતના અગ્રણીઓ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. [gallery size='medium' td_select_gallery_slide='slide' ids='17989,17988,17987']