એ ડિવિઝન પોલીસે આરોપીઓની પૂછપરછ કરી ચોરાવ હોન્ડા મામલે બી ડિવિઝન પોલીસને કરી જાણ મોરબી : મોરબીના સનાળા રોડ પર ઘાતક હથિયાર અને મરચાની ભૂકી સાથે શોરૂમ માલિકને લૂંટવાના ઇરાદે ઝડપાયેલા ત્રણ આરોપીઓ પકડાયા બાદ જામીન પર મુક્ત થઈ ફરી ચોરાવ બાઇક સાથે પોલીસની ઝપટે ચડેલા આરોપીઓએ લૂંટ કરવા બાઇક ચોર્યાની કબૂલાત આપતા આ મામલે એ ડિવિઝન પોલીસે આરોપીઓની ગુન્હાખોરી મામલે બી - ડીવીઝન પોલીસને જાણ કરી ચોરાઉ મોટરસાયકલ અંગે કાનૂની પ્રક્રિયા શરૂ કરાવી હતી. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી શહેરમાં મિલ્કત સબંધી ગુન્હાઓ શોધી કાઢવા બાબતે થોડા સમય અગાઉ મોરબી શહેરના શનાળા રોડ પર વિનાયક હોન્ડા શો રૂમના માલીકને લૂંટવાના કાવત્રાના ગુન્હામાં હથિયાર સાથે તથા મોટર સાયકલ સાથે ૩ આરોપીઓને સીટી પોલીસની સજાગતાના કારણે ગુન્હાને અંજામ આપે તે પહેલાં પકડી લીધેલ હતા. તેઓ વિરુધ્ધ ગુન્હો દાખલ કરી નામ કોર્ટ હવાલે કરેલ. બાદ સદરહુ આરોપીઓ જેલમાંથી જામીન મુકત થયેલ હતા. ત્યારબાદ મોરબી તાલુકા પોલીસે ઉપરોકત આરોપીઓ પૈકી (૧) રાજદીપભાઇ ગીરધરભાઇ લખધીરકા રહે. મોરબી નવલખી રોડ કુબેરનગર શેરીનં.૪ (૨) રૂપેશભાઇ ઉર્ફે રાજ બટુકભાઇ ઠાકર રહે. મોરબી-૨ નિત્યાનંદ સોસાયટી બ્લોક નં. ૬૦૪ વાળાઓને એક મોટર સાયકલ સાથે શકમંદ હાલતમાં પકડતાં સદરહુ મોટર સાયકલ ચોરી કરેલાનું નિકળતાં એ ડીવીજન પોલીસને સોપી આપેલ હતા. અને મોટર સાયકલની ચોરીના ગુન્હામાં એ ડીવીજન પોલીસની કસ્ટડી દરમ્યાન તેઓએ અગાઉ ઉપરોકત જણાવેલ લૂટના ગુન્હાના કાવતરામાં ઉપયોગ કરેલ અને કબજે થયેલ મોટર સાયકલની માલીકીની તપાસ દરમ્યાન શંકાસ્પદ જણાયેલ હતી અને eGujCop Pocket Cop એપ્લીકેશનનો ઉપયોગ કરી મોટર સાયકલનું રજીસ્ટ્રેશન નંબર તથા માલીકનું નામ સરનામું મેળવી તપાસ કરતાં જેના નામે મોટર સાયકલ હતી તે અન્ય જગ્યાએ રહેવા જતા રહેલ હતા. જેથી આ બાબતે કસ્ટડીમાં રહેલ આરોપીઓની સઘન પુછપરછ કરવામાં આવતાં તેઓએ આ મોટર સાયકલ પેશન પ્રો બી ડીવીજન પો.સ્ટે. વિસ્તારમાં મોરબી-ર માં આવેલ સાંઇ પેલેસ એપાર્ટમેન્ટ નીચેથી ચોરેલ હતું અને આ ચોરેલ મો.સા. નો ઉપયોગ ઉપરોકત જણાવેલ લૂંટના કાવતરાને અંજામ આપવા ઉપયોગ કરેલ હતું. જેથી સાંઇ પેલેસ એપાર્ટમેન્ટ ખાતે તપાસ કરતાં આ ચોરાયેલ મો.સા.ના માલીક અમીત રંજન મળી આવેલ હતા અને તેઓએ આ બાબતે બી ડીવીજન પો.સ્ટે.માં ફરીયાદ નોંધાવેલ છે. વધુમાં આ મામલે બી ડીવીજન પોલીસ સ્ટેશનના ચોરીના ગુન્હાની મોટર સાયકલ એ ડીવીજન પો.સ્ટે.ના લુંટના કાવતરાના ગુન્હામાં ઉપયોગ થયેલાનું તથા આ લુંટના કાવતરાના આરોપીઓએ આ મોટર સાયકલ ચોરેલ હોવાનું શોધી કાઢી બી ડીવીજન પો.સ્ટે ને જાણ કરવામાં આવેલ હતી. આ કામગીરીમાં પો.ઇન્સ. આર.જે.ચૌધરી, પીએસઆઇ વી. કે. ગોંડલીયા તથા હેડ.કોન્સ. આર.બી.કડીવાર કિશોરભાઇ મીયાત્રા, મણીલાલ ગામેતી, પો.કોન્સ. રણજીતસિંહ રોહડીયા, શેખાભાઇ મોરી, અજીતસિંહ પરમાર, નિર્મળસિંહ જાડેજા, ભરતભાઇ ખાંભરા તથા જયદીપસિહ જાડેજા વિગેરે જોડાયેલ હતાં.