મોરબી : મોરબીમાં સગા ફઈબાના દીકરાએ લગ્ન કરવા દબાણ કરી યુવતીને ધાકધમકી આપતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઇ છે. જાણવા મળ્યા મુજબ મોરબીના ધરમપુર ગામે રહેતા નિરાલીબેન હિરાભાઇ વાલેરા ઉવ- ૨૦ રહે. ધરમપુર વાળાને આરોપી ભરતભાઇ જેસીંગભાઇ સોલંકી રહે. ઇન્દીરાનગર મોરબી વાળો ફરિયાદી બેનને ફઇ નો દિકરો થતો હોય ફરીયાદીએ આરોપી સાથે લગ્ન કરવાની ના પાડેલ હતી. વધુમાં બાબતનો ખાર રાખી ફરીયાદી નિરાલિબેન તથા સાહેદ પુજાબેન ને જેમ ફાવે તેમ ગાળૉ આપી જાનથી મારી નાખવાની ધમકી આપતા આ મામલે બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.