ઉત્થાન, રક્ષણ અને વિકાસ માટે લઘુમતી સમાજ સરકારને રજુઆત કરશે મોરબી: આવતીકાલે રાજ્યભરમાં લઘુમતી સમાજ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી લઘુમતી સમાજના જુદા-જુદા પ્રશ્નો અને વિકાસ માટે રજુઆત કરવામાં આવશે. લઘુમતી સમાજ ના ઉત્થાન, રક્ષણ, અને લઘુમતીના વિકાસ માટે અલગ અલગ મુદ્દાઓની માંગણી સાથે ગુજરાત રાજ્ય ના 33 જિલ્લાઓમાં જિલ્લા કલેક્ટરશ્રીઓ ને એક સાથે આવેદનપત્ર પાઠવી લઘુમતી સમાજના અધિકારની માંગણી કરવામાં આવશે. જેથી લઘુમતી સમાજના વિકાસમાં સહભાગી બની સોમવારે સવારે 11:00 કલાકે મોરબી જીલ્લા સેવા સદન જિલ્લા કલેક્ટર ઓફિસ ખાતે હાજર રહેવા અપીલ કરવામાં આવી છે વધુ વિગતો માટે મો. 9979922855, 9687869202 સંપર્ક કરવો.