મોરબી : મોરબી જલારામ મંદીર દ્વારા સાતમ-આઠમના પર્વ નિમિતે સર્વજ્ઞાતિય માટે રાહતદરે મીઠાઈ તેમજ ફરસાણ વિતરણ તા.૩૦ થી શરૂ કરવામાં આવશે. જેના માટે કોઈ એડવાન્સ બુકિંગ કરાવવાનું રહેશે નહી. વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા શહેર ના જલારામ પ્રાર્થના મંદીર દ્વારા પ્રતિ વર્ષ ની જેમ પ્રવર્તમાન વર્ષે પણ સાતમ-આઠમ ના પર્વ નિમિતે સર્વજ્ઞાતિય રાહતદરે અમૂલ શુધ્ધ ઘી ની મિઠાઈ તેમજ ફરસાણ વિતરણ આગામી તા-૩૦ના રોજ બોર ચોથ થી શરૂ થશે. જેમા વિવિધ પ્રકાર ની મિઠાઈઓ તેમજ ફરસાણ રાહતદરે તાજા સ્ટોક માંથી ઉપલબ્ધ થશે. મિઠાઈ તેમજ ફરસાણ મેળવવા માટે એડવાન્સ બુકીંગ ની કોઈ આવશ્યકતા નથી વહેલા તે પહેલા ના ઘોરણે ઉપલબ્ધ થશે.તેમ સંસ્થાના પ્રમુખ નિર્મિત કક્કડની યાદીમાં જણાવાયું છે.