યજ્ઞનું પણ આયોજન : પંચના ભૂવાઓની ઉપસ્થિતિમાં રાવળદેવો બોલાવશે ડાકની રમઝટ મોરબી : મોરબીના જુના મહાજન ચોક ખાતે આગામી આગામી તા.૨૪ને ગુરુવારે ડેલાવાળા મામાદેવ ના ૨૪ કલાકના મોજના મંડપ ઉત્સવ તેમજ યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે પંચના ભૂવાઓની હાજરી રહેશે. મોરબીના ડેલાવાળા મામદેવ ગ્રુપ દ્વારા સાયન્ટિફિક વાળી શેરી, જુના મહાજન ચોક, એક્ષીસ બેંક પાસે આગામી તા. ૨૪ ને ગુરુવારના રોજ ડેલાવાળા મામદેવનો ૨૪ કલાકનો નવરંગ મંડપ ઉત્સવ અને મામદેવનો યજ્ઞ યોજાશે. જેમાં હિતેશભાઈ રાવળ, ઉમેશભાઈ મકવાણા, મિતકુમાર રાવળ અને જીતેશભાઈ રાવળ ડાકની રમઝટ બોલાવશે. તા.૨૪ને ગુરુવારે વહેલી સવારે થાંભલી રોપણ, સવારે ૭:૩૦ કલાકે યજ્ઞ પ્રારંભ, સવારે ૯:૩૦ કલાકે ભુવાના સામૈયા, બપોરે ૧૨:૩૦ કલાકે યજ્ઞ પુર્ણાહુતી, સાંજે ૬:૩૦ કલાકે મહાપ્રસાદ અને તા.૨૫ને શુક્રવારે થાંભલી વધામણા કરવામાં આવશે. મંડપ ઉત્સવમાં ડેલાવાળા મામદેવના કલમના ભુવા લખનભાઈ મકવાણા અને નીતિનભાઈ ડાંગર ઉપસ્થિત રહેશે. આ સાથે પંચના ભુવાઓની પણ હાજરી રહેશે. મંડપ ઉત્સવમાં પધારવા આયોજકોએ જાહેર નિમંત્રણ પાઠવ્યું છે