બી ડિવિઝન પોલીસે ૪૦ હજારની રોકડ સાથે ઝડપી લીધો મોરબી : મોરબીમાં ૭.૯૨ લાખની ઘરફોડ ચોરી કરનાર ચીખલીગર ગેંગના વધુ એક સાગરીતની ઝડપી લેવામાં મોરબી બી ડિવિઝન પોલીસને સફળતા મળી છે. જાણવા મળતી વિગતો મુજબ મોરબીના સૂર્યકીર્તિ નગરમાં રાજસ્થાની પરિવારના બંધ પડેલા મકાનને નિશાન બનાવી રોકડ તથા સોના ચાંદીના દાગીના મળી રૂપિયા ૭.૯૨ લાખની ચોરી કરનાર ચીખલીગર ગેંગને ઝડપી લેવામાં સફળતા મેળવ્યા બાદ મોરબી બી ડિવિઝન સ્ટાફના ભાનુભાઈ બાલાસરા અને એ.પી.જાડેજાને મળેલી બાતમીને આધારે નવલખી ફાટક પાસેથી ચીખલીગર ગેંગના પકડવાના બાકી એવા આરોપી જયસિંગ ઉર્ફે જેરીલસિંગ નેપાલસિંગ જુણી, ઉ. ૩૬ રે, આજવા રોડ, સરદાર એસ્ટેટ પાછળ, રામદેવનગર ઝૂંપડપટી, વડોદરાને ઝડપી લઈ રૂપિયા ૪૦ હજાર રોકડા કબ્જે કર્યા હતા. વધુમાં પોલીસની પૂછપરછમાં ચીખલીગર ગેંગના સાગરીતે મોરબીના ગુન્હાના કામે કબૂલાત આપતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની આ સફળ કામગીરી પીઆઇ આર.કે.ઝાલા, હેડ કોન્સ્ટેબલ ચેતનભાઈ સુરેશભાઈ, ભાનુભાઈ પોલાભાઈ, વનરાજભાઈ મુળુભાઇ, અંબાપ્રતાપસિંહ જાડેજા, ક્રિપાલસિંહ ચાવડા, રાજેશભાઇ ડાંગર, યશવંતસિંહ ઝાલા તથા જે.કે.ઝાલાએ કરી હતી. morbi ma gharfod