અર્વાચીન યુગમાં પણ છેલ્લા ૨૧ વર્ષથી પ્રાચીન ગરબીનું મહાત્મ્ય જાળવી રાખતું ધક્કાવાળી મેલડી ગરબી મંડળ મોરબી : મોરબીમાં ધક્કાવાળી મેલડી ગરબીમાં બાળાઓ પ્રાચીન ગરબાથી માતાજીની આરાધના કરે છે. અર્વાચીન યુગમાં પણ છેલ્લા ૨૧ વર્ષથી પ્રાચીન ગરબીનું મહાત્મ્ય જાળવી રાખતી ધક્કાવાળી મેલડી ગરબીને નિહાળવા મોટી સંખ્યામાં લોકોમાં ઉપસ્થિત રહે છે. મોરબીમાં રેલવે સ્ટેશન પાસે નવલખી રોડ પર આવેલ આસ્થાના પ્રતીક સમાન મા ધક્કાવાળી મેલડીના મંદિરના સાનિધ્યમાં ૨૧ વર્ષથી ગરબી યોજવામાં આવે છે. જેમાં સર્વજ્ઞાતિની ૭૫ જેટલી બાળાઓ આજના અર્વાચીન યુગમા પણ સંસ્કૃતિને ઉજાગર કરતા પ્રાચીન રાસ ગરબા રમીને માતાજીની આરાધના કરી રહી છે. ભજનિક અને ટીવી આર્ટિસ્ટ રીટાબેન ગોસ્વામીના કોકીલ કંઠના સથવારે બાળાઓ રાસ ગરબા લે છે. આ રાસ ગરબામાંથી થતી આવક અહીંના સમૂહ લગ્નમાં ખર્ચવામાં આવે છે. મોરબીના આકર્ષણ સમી આ ગરબીને નિહાળવા માટે દરરોજ મોટી સંખ્યામાં લોકો અહીં આવે છે. માઈ ભક્તો વિનુભાઈ ડાંગર, રઘુવીરસિંહ ઝાલા, મહેશ અનડકટ, દિલીપભાઈ ધોલી સહિતના ગરબીના આયોજનમાં જહેમત ઉઠાવી રહ્યા છે.