લોકોના આરોગ્ય માટે મોટું જોખમ ગણાતા સીરામીકના કોલગેસના કદળાની હેરફેર સામે પોલીસની લાલ આંખ મોરબી : મોરબીમાં સિરામિક ઉદ્યોગમાંથી નીકળતા કોલગેસ વેસ્ટનો કદડો ભરેલા ટેન્કરને પોલીસે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. લોકોના સ્વાસ્થ્ય માટે મોટું જોખમ ગણાતા આ કોલગેસના કદળાની હેરફેર સામે પોલીસે લાલ આંખ કરતા પર્યાવરણ પ્રેમીઓમાં આનંદની લાગણી જોવા મળી છે. મોરબીમાં પ્રદુષણની સમસ્યા માથું ઊંચકી રહી છે છતાં પણ પ્રદુષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓ ઘોર નિંદ્રામાં હોય તેમ જોખમી કેમિકલયુક્ત કોલગેસ કદડાનો ગમે ત્યાં નિકાલ કરવામાં આવતો હોય છે આવું જ એક ટેન્કર નં જીજે ૦૧ એયુ ૯૯૯ નંબરનું કોલગેસ કદડો ભરીને નીકળ્યું હોય જેને બી ડીવીઝન પોલીસે ઝડપી લીધું હતું. બી ડીવીઝન પોલીસના ઇન્ચાર્જ પી.આઈ. આઈ એમ કોંઢીયા અને જે જે ઝાલાની ટીમે પેટ્રોલિંગ દરમિયાન ટેન્કર ઝડપી લીધું હતું અને પ્રદુષણ નિયંત્રણ બોર્ડને જાણ કરી કાયદેસર કાર્યવાહી કરી છે રંગપર નજીકથી પકડેલું આ ટેન્કર પાર્કોસ સિરામિકમાંથી કોલગેસ કદડો ભરીને નીકળ્યાની માહિતી પ્રાપ્ત થઇ છે. જોકે ગુન્હાખોરીને રોકવા માટે રોકાયેલા પોલીસના જવાનોને પ્રદુષણની વધારાની જવાબદારી પણ મળી રહી છે જયારે પ્રદુષણ રોકવા માટે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડની રીજનલ કચેરી મોરબીમાં કાર્યરત છે પરંતુ છતાં જોખમી કોલગેસ કદડાની ખુલ્લેઆમ હેરફેર અને મનફાવે ત્યાં નિકાલ કરવામાં આવે છે