મોરબી : મોરબી ત્રાજપર ચોકડી નજીક પાર્ક કરીને રાખેલી બોલેરો કાર તસ્કરો હંકારી જતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે. પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના ત્રાજપર ચોકડી પાસે મહેન્દ્રસિંહજી હોસ્પિટલ પાસે વ્રજ એપાર્ટમેન્ટ સામે આશીષભાઇ ભરતભાઇ મકવાણા, ઉવ- ૨૮ રહે.વાંકાનેર, ચૌહાણ શેરી વાળાની બોલેરો સફેદ કલરની બોડીની ગાડી નં – GJ-36-T-2649 વાળી જેની કિ. રૂ. ૩,૫૦,૦૦૦/- વાળી કોઇ અજાણ્યો ઇસમ ચોરી જતા મોરબી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં વાહન ચોરી મામલે ફરિયાદ નોંધાઇ છે.