મોરબી : મોરબીની ઈએસઆઈએસ હોસ્પિટલના આર્યુવેદીક વિભાગમાં દરરોજ રોગચાળા સામે રક્ષણ આપતા ઉકાળાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવી રહ્યું છે. દરરોજ મોટી સંખ્યામાં લોકો આ વિતરણનો લાભ લઇ રહ્યા છે. હાલ રોગચાળો વકર્યો હોવાથી ફલૂ, શરદી, ઉધરસ અને કફ સહિતના રોગોનું પ્રમાણ વધ્યું છે. આ રોગચાળા સામે ઉકાળો રક્ષણ આપે છે. ત્યારે મોરબીના ઈએસઆઈએસ હોસ્પિટલના આર્યુવેદીક વિભાગમાં દરરોજ સવારે ૯ થી ૧૨ વાગ્યા દરમિયાન વિનામૂલ્યે ઉકાળાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. દરરોજ અહીં મોટી સંખ્યમાં લોકો ઉમટીને ઉકાળો પીને રોગો સામે રક્ષણ મેળવે છે. આ વિતરણનો લાભ જાહેર અનુરોધ કરવામાં આવ્યો છે.