મોરબી: મોરબીના કેનાલ રોડ પર આવેલા પ્રમુખ બંગ્લોઝ ખાતે આજે રાત્રે ઉદઘોષ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં વક્તા પૂ.અપૂર્વમુનિ સ્વામી અને બ્રહ્માતીર્થ સ્વામીનું પ્રવચન યોજાશે. પ્રમુખસ્વામી મહારાજ જન્મ જયંતિ મહોત્સવ તેમજ બીએપીએસ સ્વામીનારાયણ મંદિર, રાજકોટ દ્વિશતાબ્દી મહોત્સવ નિમિતે મોરબીના કેનાલ રોડ પર ઉમિયા વેજીટેબલ માર્કેટ પાસે આવેલા પ્રમુખ બંગ્લોઝ ખાતે આજે રાત્રે ૮:૩૦ થી ૧૧ સુધી ઉદઘોષ સમારોહ યોજાનાર છે. જેમાં વક્તા પૂ.અપૂર્વમુનિ સ્વામી અને બ્રહ્માતીર્થ સ્વામીનો ઉદબોધન સત્ર યોજાશે. ઉદઘોષ સમારોહમાં દરેક ધર્મપ્રેમી જનતાને હાજર રહેવા આયોજક પ્રમુખ બિલ્ડર્સ, ભરતભાઇ બોપાલિયા, ચંદ્રકાંતભાઈ વામજા અને પ્રભુભાઈ કાસુન્દ્રા દ્વારા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.