મોરબી : મોરબી જિલ્લા સમાજ સુરક્ષા વિભાગ દ્વારા દિવ્યાંગ સાધન સહાય યોજના અંતર્ગત ૪૭ દિવ્યાંગ લાભાર્થીઓને સાધન વિતરણ કરવામાં આવ્યા હતા. મોરબી જિલ્લા સમાજ સુરક્ષા દ્વારા જિલ્લાના ૪૭ લાભાર્થીઓને વિવિધ સાધન આપવામાં આવ્યા હતા. દિવ્યાંગ લાભાર્થીઓને ટ્રાઈસીકલ, વ્હિલ ચેર, એમ.આર.કીટ, સાયકલ, આર્થીક ઉપાર્જનના સાધન તરીકે રેકડી, સિલાઈ મશીન, જેવા સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ટકે સમાજ સુરક્ષા અધિકારી રાઠોડ, બાલ સુરક્ષા અધિકારી રંજનબેન મકવાણા સહિતના ઉપસ્થિત રહ્યા હતા