ડિ.સી. મહેતા સાર્વજનિક ડિસ્પેન્સરી ખાતે આયોજિત કેમ્પમાં મુંબઈના કેન્સર નિષ્ણાંત આપશે સેવા મોરબી : મોરબીની ડિ.સી. મહેતા સાર્વજનિક ડિસ્પેન્સરીમાં આગામી તા. ૧૮ અને ૧૯ના રોજ નિઃશુલ્ક કેન્સર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં મુંબઈના ડો. વિક્રમ સંઘવી સેવા આપશે. મોરબીના નવા ડેલા રોડ ખાતે આવેલી ડી.સી.મહેતા સાર્વજનિક ડિસ્પેન્સરીમાં જીતાર્થ મનોજભાઈ વોરા તથા જહાનવીબેન મનોજભાઈ વોરાના સહયોગથી નિઃશુલ્ક કેન્સર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ તા. ૧૮ને શનિવારના રોજ સાંજે ૪થી ૭ અને તા. ૧૯ને રવિવારના રોજ સવારે ૯ થી ૧૨ દરમિયાન યોજાશે. આ કેમ્પમાં મુંબઈના કેન્સર નિષ્ણાંત ડો. વિક્રમ સંઘવી હાજરી આપશે. કેમ્પનો લાભ લેવા ઇચ્છતા દર્દીઓએ પોતાનું નામ મેડીકલ ઓફિસર ડો. હસ્તીબેન મહેતાને નોંધાવી જવા તેમજ તપાસ વખતે કેશ પેપર્સ સાથે રાખવા મેનેજીંગ ટ્રસ્ટી જયેશ શાહની યાદીમાં જણાવાયું છે.