મોરબી : મોરબીના વણકર વાસમાં રહેતા દલિત યુવાને માનસિક બીમારીથી કંટાળી જઇ શરીરે કેરોસીન છાંટી કાંડી ચાંપી લેતા મોત નીપજ્યું હતું. ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના વણકરવાસમાં રહેતા ગોવિંદભાઇ કમાભાઈ પરમાર ઉ.૪૦ વાળાએ ગઈકાલે પોતાના ઘેર શરીરે કેરોસીન છાંટી કાંડી ચાંપી સળગી જતા મૃત્યુ નીપજ્યું હતું. ઘટના અંગે પોલીસની પ્રાથમિક તપાસમાં પરિવાર જનોએ માનસિક બીમારીથી કંટાળી યુવાને આ પગલું ભર્યું હોવાની કેફિયત આપી હતી. આ મામલે પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.