મોરબી : મોરબીમાં જી.સી. ઇ.આર.ટી. - ગાંધીનગર દ્વારા પ્રેરિત તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન - રાજકોટ દ્વારા રાજચંદ્ર શાળા વિકાસ સંકુલ ખાતે વિજ્ઞાન - ગણિત - પર્યાવરણ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં ઉચ્ચ માધ્યમિક વિભાગમાં સંકુલ કક્ષાએ એમ. પી. શેઠ ગર્લ્સ હાઇસ્કુલની કૃતિ 'કચરાનું નિવારણ' પસંદ થયેલ હતી. આ કૃતિ શિક્ષક રાજુભાઈ માધરના માર્ગદર્શન હેઠળ ચાવડા દિશા તથા કોરડીયા અજરા દ્વારા બનાવવામાં આવી હતી. આ ઉપરાંત, માધ્યમિક વિભાગમાં સંકુલ કક્ષાએ 'પાણી અને હવાનું પ્રદૂષણ અટકાવવાના ઉપાયો' કૃતિ પસંદગી પામેલ હતી. જે શિક્ષક જોષી આર. યુ.ના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓ ત્રાયા મહેકુઝા તથા સૈયદ નમીરા દ્વારા બનાવવામાં આવી હતી. આ તકે એમ. પી. શેઠ હાઇસ્કુલ પરિવાર દ્વારા ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવવામાં આવી હતી.