ભલા ભોળા ગ્રામજનોએ જાગૃતતા દાખવી બન્ને ચીટરને તાલુકા પોલીસને સોંપ્યા મોરબી : દિવાળી નજીક આવી છે ત્યારે ભલા ભોળા ગ્રામજનોને છેતરવા ચિટર ટોળકી મોરબીના ગ્રામ્યવિસ્તારમાં ફરી શિકાર શોધવા આવતા લેને કે દેને પડ ગયે ઉક્તિ મુજબ સોનુ ચકાવવા આવેલા બે ગઠિયાઓને ઝડપી લઈ મેથીપાક આપી તાલુકા પોલીસને હવાલે કર્યો હતા. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી નજીક આવેલ લૂંટાવદર ગામમાં આજે બે ગાંઠિયા સોનુ ચમકાવી દેવાને બહાને છેતરપિંડી આચરવા આવ્યા હતા પરંતુ જાગૃત ગ્રામજનો ગાઠીયાઓની દાનત પારખી જતા બન્ને ને બરાબર વાતોમાં ફસાવી આંટીમાં લીધા હતા અને જોત જોતામાં ગ્રામજનો મોટી સંખ્યામાં એકત્રિત થઇ જતા બન્ને ગાઠીયાઓને બરાબરનો મેથીપાક આપી ગામના પાણીના પરબમાં પુરી દીધા હતા.બાદમાં લૂંટાવદરના ગ્રામજનોએ બન્ને ગાઠીયાઓને મોરબી તાલુકા પોલીસ મથકને હવાલે કર્યા હોવાનું જાણવા મળ્યું છે. [gallery size='full' td_select_gallery_slide='slide' ids='35204,35203,35205']