મોરબી : વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર આગમન પાછળ જતા રસ્તા પર તેમજ અન્ય બે સ્થળોએ કરેલ લૂંટના આરોપીને એલસીબી અને વાંકાનેર તાલુકા પોલીસના સ્ટાફે પકડી પાડીને તેની પાસે થી માલી આવેલા ૩ મોબાઈલ કિંમત રૂ.૬૫૦૦ જપ્ત કરવામાં આવ્યા છે. પ્રાપ્ત થતી વિગત મુજબ વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર આગમન હોટલની પાછળ છરી મારી લૂંટ ચલાવવાના ડીટેકટેડ ગુનાનો મોરબી એલસીબી અને વાંકાનેર તાલુકા પોલીસે ભેદ ઉકેલાયો હતો. આ કામના આરોપી ઘોઘો ઉર્ફે સુરેશ તેજા પરમાર ઉ.વ.૨૩ રહે આદર્શ હોટેલની બાજુમાં, શક્તિ ચેમ્બર ૧ પાસે ,મોરબી વાળાને રૂ.૬૫૦૦ની કિંમતના ૩ મોબાઈલ ફોન સાથે પકડી પાડવામાં આવ્યો છે. આરોપી આ અગાઉના અન્ય ૨ લૂંટના ગુનામાં પણ સંડોવાયેલો આરોપીએ અગાઉ મોરબીના રફાળેશ્વર નજીક થી તેમજ લાલપર ગામ પાછળ રેલવે પાટા નજીક થી લૂંટ ચલાવી હતી.આ ઉપરાંત આરોપીએ અન્ય સહઆરોપી વિજય જેસિંગભાઈ ચૌહાણ રહે સરાણીયા અને સોયલો ઉર્ફે સોહિલ મુસલમાન રહે રાજકોટ વાળાનું નામ ખોલ્યા હતા.