મજૂરીના પૈસા ચુકવવા ગાયોને શ્રમિકે ખેલ નાખ્યો : રાડા રાડી કરતા આરોપી ઝડપાઇ ગયો મોરબી : મોરબીમાં સિરામિક ફેકટરીના લેબર કોન્ટ્રાકટરની આંખમાં મરચાની ભૂકી છાંટી લૂંટવા કોશિશ કરી હતી પરંતુ આજુ બાજુના લોકો એકત્રિત થઈ જતા શ્રમિકે રચેલો કારસો નિષ્ફળ નીવડ્યો હતો અને લૂંટારાને પકડી પોલીસ હવાલે કરાયો હતો. પ્રાપ્ત વિગતો મુજબ સિરામિક કારખાનામાં લેબર કોન્ટ્રાકટ રાખતા ચંદુલાલ ભગવાનજીભાઇ ચીકાણી, ઉવ.૩૭ ધંધો મજુર કોન્ટ્રાકટ રહે. રવાપર રોડ કોહીનુર કોમ્પ્લેક્ષની પાછળ શારદા સોસયટી મોરબીવાળા ગઈકાલે પગાર ચૂકવવા એક્યુટ સિરામિક નામની ફેક્ટરીએ ગયા હતા ત્યારે સુરેશકુમાર ભીમસીંગ માલવીયા રહે. સુજાલપુર તા.બટવારી જિ. સાંજાપુર, એમ.પી. વાળાને મજુરીના પૈસા ચુકવવા માટે બે ત્રણ વખત ફોન કરતા તે આવેલ નહી બાદમાં બીજા કારખાને પૈસાની ચુકવણી કરવા જતો હતો ત્યારે કોન્ટ્રાકટરને ફોન કરી પાછા બોલાવી એકયુટ સિરામીકના ગેઇટની પાસે આરોપી મળતા મજુરીના પૈસાનો હીસાબ કરી ફરીયાદીએ થેલા માથી પૈસા કાઢી આપતો હતો તે દરમ્યાન આરોપીએ ફરીયાદી પાસેનો થેલો જુટવી લેવા કોશિષ કરી હતી. જો કે, આરોપીએ ઝપાઝપી ફરીયાદીની આંખમા મરચાની ભુકી છાંટી ઢીકકા પાટુનો માર મારી ભાગવા જતા રાડા રાડી થતા આજુબાજુના માણસોએ આરોપીને પકડી લેતા આરોપીએ ફરીયાદી પાસેની રોકડ રકમની બેગ (થેલા) ની લુંટ કરવાની કોશિષ ના કામ રહી હતી.આ મામલે તાલુકા પોલીસે લૂંટની કોશિશ અંગે ગુન્હો નોંધી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.