મોરબી : આજે મોરબી નગરપાલિકાના કચરાના ટ્રેક્ટરમાંથી માંસના લોચા જાહેર રસ્તા પર પડ્યા હતા. જો કે આ અંગેનાં મોરબી અપડેટમાં સમાચાર આવતાની સાથે જ પાલિકાએ રોડ પરથી આ માંસના લોચાને હટાવી લીધા હતા અને રોડની સફાઈ કરી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.મહત્વનું છે કે, આજે મોરબી નગરપાલિકાના કચરાના ટ્રેક્ટરમાંથી માંસના લોચા સામાકાંઠે પરશુરામ અને નજરબાગ રોડ પર જાહેરમાં પડ્યા હતા. જેના કારણે રસ્તા પરથી પસાર થઈ રહેલા રાહદારીઓ અને વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જો કે પાલિકાને આ અંગેની જાણ થતાં જ તાત્કાલિક રોડની સફાઈ કરાવવામાં આવી હોવાનું પાલિકાના ચીફ ઓફિસરે જણાવ્યું હતું.