મોરબી : મોરબીના કેનાલ રોડ ઉપર આવેલ અવની ચોકડી પાસેના વિસ્તારમાં સાંજે 5:30ના અરસાથી લાઈટ ગુલ થઈ હોવાની સ્થાનિકો તરફથી ફરિયાદ મળી છે. અત્યાર સુધી લાઈટ ન આવતા સ્થાનિકો પરેશાન થઈ ગયા હોવાનું સામે આવ્યું છે. જો કે સ્થાનિકોએ પીજીવીસીએલ તંત્રને પૂછતાં તેઓએ ફોલ્ટ ન મળતો હોવાનો પ્રત્યુતર આપ્યો હતો. તેવું સ્થાનિકો જણાવી રહ્યા છે.