નિત્યાનંદ, કિશન પાર્ક, રાજનગર સહિતની અનેક સોસાયટીઓમાં જળસંકટમોરબી અપડેટ : મોરબીમાં પંચાસર રોડ પર નાની કેનાલ પાસે આવેલી અનેક સોસાયટીઓમાં છેલ્લા 10 દિવસથી પાણી ન આવતું હોવાની ગંભીર સમસ્યા સામે આવી છે. આ વિસ્તારોમાં લાંબા સમયથી પાણી કાપ હોવાથી પબ્લિક અને સોસાયટીમાં રહેતા રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.પ્રાપ્ત વિગતો મુજબ, પંચાસર રોડ પર આવેલી નિત્યાનંદ, કિશન પાર્ક 1, 2 અને 3, ૐ પાર્ક, સનરાઈઝ પાર્ક, રાજનગર અને ન્યૂ ચંદ્રેશ નગર જેવી સોસાયટીઓમાં છેલ્લા 10 દિવસથી પીવાનું પાણી વિતરણ કરવામાં આવ્યું નથી. રોજિંદા વપરાશ માટે પણ પાણી ન મળતા સ્થાનિક લોકો ખૂબ જ તકલીફ વેઠી રહ્યા છે.આ સમસ્યાથી કંટાળીને સ્થાનિકો દ્વારા મોરબી મહાનગરપાલિકાની ઓનલાઈન ફરિયાદ નિવારણ એપ પર ફરિયાદો પણ નોંધાવવામાં આવી છે. પરંતુ કોઈ નિરાકરણ આવ્યું ન હોવાનું નાગરિકો જણાવી રહ્યા છે. સ્થાનિક રહીશોની માંગ છે કે આ સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ લાવવામાં આવે.#Morbi #MorbiUpdate #MorbiNews #WaterCrisis #PanchasarRoad #MorbiMunicipalCorporation #PublicIssue