મોરબી: લાયન્સ ક્લબ ઓફ મોરબી સિટી દ્વારા નવરાત્રિ મહોત્સવ દરમિયાન છેવાડાના વિસ્તારો અને સ્લમ એરિયામાં ગરબે ઘૂમતી આદ્યશક્તિ સ્વરૂપા બાળાઓને પ્રોત્સાહન આપવા માટે લ્હાણી વિતરણનું સેવા કાર્ય યોજાયું હતું.મંડળીના દાતા પ્રમુખ લા. હરખજીભાઈ ટી. સુવારિયા (મુખ્ય દાતા) અને પૂર્વ ખજાનચી લા. મણીલાલ જે. કાવર (સહ-દાતા)ના સહયોગથી વિવિધ ગરબી મંડળોની કુલ 700 બાળાઓને લ્હાણી આપવામાં આવી હતી. જેમાં જય માતાજી ગરબી મંડળ (લીલાપર રોડ), કષ્ટભંજન હનુમાનજી મંદિર ગરબી મંડળ (રણછોડનગર), કિશન પાર્ક 1-2-3અને નિત્યાનંદ ઉમિયા ગરબી મંડળ, જય અંબે ગરબી મંડળ (રાજપર કું.), સતનામ ગરબી મંડળ (સતનામ નગર), શીતળા માતાજી ગરબી મંડળ (માળિયા મિ.) ની બાળાઓને મુખ્ય દાતા લા. હરખજીભાઈ ટી. સુવારિયાના હસ્તે આ લ્હાણી વિતરણ કરાયું હતું. આ પ્રસંગે સૌરાષ્ટ્ર-કચ્છના ફર્સ્ટ પાસ્ટ ડિસ્ટ્રીક ગવર્નર લા. રમેશભાઈ રૂપાલા, સેક્રેટરી લા. કેશુભાઈ દેત્રોજા, ખજાનચી લા. ચંદુભાઈ કુંડારિયા, પૂર્વ પ્રમુખો લા ત્રિભુવનભાઈ સી ફૂલતરીયા, લા ભીખાભાઈ એમ લોરીયા સહિત લાયન્સ ક્લબના અન્ય સભ્યો લા મહાદેવભાઈ ચીખલીયા, લા નાનજીભાઈ મોરડીયા, લા ચેતનભાઈ રાબડીયા, લા બાલુભાઈ પંચોટિયા, લા કિશોરભાઈ ધોરિયાણી, લા રશ્મિકાબેન રૂપાલા, લા ઉમેશભાઈ પાડલીયા સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.ખાસ કરીને, માળિયા (મિ.) ખાતે યોજાયેલા કાર્યક્રમમાં જય શીતળા માતાજી ગરબી મંડળમાં પી.આઈ. કુલદીપ સિંહ દરબાર અને તેમના સ્ટાફે હાજરી આપી હિન્દુ-મુસ્લિમ એકતાના દર્શન કરાવ્યા તેવું સેક્રેટરી લા. કેશુભાઈ દેત્રોજા અને પૂર્વ પ્રેસિડેન્ટ લા. ત્રિભોવનભાઈ સી. ફુલતરિયાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.