મોરબી :લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના વર્ષ ૨૦૨૨-૨૩ના વર્ષનો શપથ ગ્રહણ સમારોહનું આયોજન હોટેલ લોર્ડ્સ ઇકો ઈન ખાતે સમ્પન્ન થયો. આ સાથે લાયન્સ કલ્બ ઓફ મોરબી સિટી દ્વારા એક નવી લિયો ક્લબ મોરબી સિટી સ્પાર્કને સ્પોનસર કરવામાં આવી હતી. વર્ષ ૨૦૨૧-૨૨નાં પ્રમુખ ત્રિભોવનભાઈ ફૂલતરીયાનો કાર્યકાળ પૂરો થતાં લાયન્સ ક્લબ ઓફ મોરબી સિટીનાં નવા પ્રમૂખ તરીકે જગદિશભાઈ કાવર,ઉપપ્રમુખ ડો.અશ્વિનભાઈ બરાસરા અને સેક્રેટરી કેશુભાઈ દેત્રોજા અને ખજાનચી ત્રિભોવનભાઈ ફુલતરિયા,તેમજ નવી ટીમના સર્વે લાયન્સ હોદેદારો તેમજ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સ્પોનસર લિયો કલબ ઓફ મોરબી સ્પાર્કનાં ચાર્ટર પ્રમૂખ તરીકે ક્રિષ્ના રૂપાલા,સેક્રેટરી તરીકે ખ્યાતિ ભીમાણી,ખજાનચી તરીકે પ્રિન્સ દેત્રોજાને ઈન્ટરનેશનલ લાયન્સ કલબ Dist.૩૨૩૨- જે નાં પુર્વ ગવર્નર એવા LNM હોસ્પિટલ ભુજનાં ચેરમેન ભરતભાઈ મહેતાએ શપથ લેવડાવ્યા હતા. તેમજ લાયન્સ કલબ ઈન્ટરનેશનલ Dist.૩૨૩૨- જેનાં પુર્વ ગવર્નર ચંદ્રકાન્તભાઈ દફતરીયે કલબમાં નવા જોડતા સર્વે મેમ્બરોને તેમજ લિયો ક્લબની નવી ટીમને શપથ લેવડાવી લાયન્સ ક્લબ ઇન્ટરનેશલના મેમ્બર તરીકે પ્રસ્થાપિત કર્યા હતા. આ તકે અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત લાયન્સ ક્લબ ઇન્ટરનેટનલનાં Dist.૩૨૩૨જે (સૌરાષ્ટ્ર કચ્છ) નાં દ્વિતિય વાઈસ ગવર્નર રમેશભાઈ રૂપાલાએ નવ નિયુક્ત સર્વે મેમ્બરોને લાયન્સ કલબ દ્વારા સમાજના જરૂરિયાત મંદ પરિવારો સુધી સેવાનો લાભ મળે તે માટે સમાજના સુખી સંપન્ન લોકોને સાથે રાખીને સહિયારા પ્રયત્નોથી મોટું સેવાનું કામ થાય તેવી શુભેચ્છા પાઠવેલ હતી. આ શપથ વિધિ સમારોહમાં નવ નિયુકત ટીમને શુભેચ્છા આપવા માટે રીજીયન 2નાં રીજીયન ચેરપર્શન દિગ્વિજયસિંહ ચુડાસમા,પુર્વ જોન ચેરમેન તુષાર દફતરી, લાયન્સ કલબ ઓફ ટંકારા સિટીનાં પ્રમુખ ગૌતમભાઈ વામજા, લાયન્સ કલબ ઓફ હળવદ સિટીનાં પ્રમૂખ ગીરીશભાઈ સાધુ, લાયન્સ ક્લબ ઓફ સુરેન્દ્રનગરના પ્રમુખ નીરવભાઈ ગજજર,લાયન્સ ઓફ મોરબી નઝરબાગના પ્રમુખ રાજુભાઈ સરડવા,લાયન્સ ઓફ મોરબી નઝરબાગ પ્લસના પ્રમૂખ રાકેશ ક્રિષ્નાની હાજર રહેલ હતી. કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન લા.ટી સી ફુલતરિયાએ, આભાર વિધિ નાનજીભાઇ મોરડિયાએ કરેલ હતી.કાર્યક્રમનું સફળ સંચાલન લા. ડૉ.અશ્વિનભાઈ બરાસરાએ કરેલ હતું તેમ પ્રમુખએ જણાવેલ છે.