300 બોટલ વિદેશી દારૂ, ઓટો રિક્ષા, બાઇક અને મોબાઈલ સાથે બે શખ્સોને મોરબી એલ.સી.બી.એ દબોચ્યા : મોરબી : મોરબી તાલુકાના લાલપર ગામે ખુલ્લી જગ્યામાં મોરબી એલ.સી.બી.એ રેડ કરીને 300 બોટલ વિદેશી દારૂ સહિત કુલ 20,6000ના મુદ્દામાલ સાથે બે શખ્સોને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી તાલુકાના લાલપર ગામે રવિ રેસિડેન્સી હોટલ પાછળ, વિશાલદીપ જીન પ્લોટ નજીક ખુલ્લી જગ્યામાં મોરબી એલ.સી.બી. (લોકલ ક્રાઈમ બ્રાન્ચ)એ રેડ કરી વિભાભાઈ માત્રાભાઈ મૂંધવા રહે. શોભેશ્વર રોડ, વણીયા સોસાયટી, તા.જી. મોરબી, મૂળ રહે. દેવળીયા તા. થાનગઢ. જી. સુરેન્દ્રનગર તથા બ્રિજેશ નિલેશભાઈ ઘાવીયા ઉં.વ. 20, રહે. લાલપર, ઓરસનઝોન, ફ્લેટ નંબર 404, તા. જી. મોરબી, મૂળ રહે. પીપરડી, તા. વીંછીયા, જી. રાજકોટ વાળાને સી.એન.જી.ઓટો રીક્ષા નંબર GJ-36-U-5003માં અંગ્રેજી દારૂની બોટલ નંગ 300ની હેરફેર કરતા મોરબી એલ.સી.બી.ની ટીમે ઝડપી પાડયા છે. ઉક્ત સ્થળેથી દારૂની 300 બોટલ કિંમત રૂ. 1,17000, સી.એન.જી. ઓટો. રીક્ષા કિંમત રૂ. 70,000, એક સ્પ્લેન્ડર બાઇક કિંમત રૂ. 15000 તથા બે નંગ મોબાઈલ કિંમત રૂ. 4000 આમ કુલ 20, 6000 રૂપિયાનો મુદ્દામાલ પણ કબ્જે લઈ આરોપીઓ વિરુદ્ધ કેસ કરવામાં આવ્યો છે. અન્ય એક આરોપી બળવંત નાગરભાઈ કોળી રહે. હાલ લાલપર, મૂળ રહે. પીપરડી તા. વીંછીયા નાસી જતા પોલીસે તેની શોધખોળ આદરી છે. [gallery ids='105874,105875,105876,105877']