લાઈટો ફરીથી ચાલુ કરવા સામાજિક કાર્યકરે ચીફ ઓફિસરને રજુઆત કરી મોરબી : મોરબીના સામાકાંઠે હાઉસિંગ બોર્ડ મહારાણા પ્રતાપ સર્કલથી સર્કિટ હાઉસ સુધીના રોડ પર છેલ્લા 15 દિવસથી સ્ટ્રીટ લાઈટો બંધ હાલતમાં છે.અંધારપટના કારણે વાહન ચાલકો પર અકસ્માતનું જોખમ તોળાઈ રહ્યું છે.તેથી સામાજિક કાર્યકરે ચીફ ઓફિસરને રજુઆત કરીને સામાકાંઠે સ્ટ્રીટ લાઈટો ફરીથી ચાલુ કરવાની માંગ કરી હતી. મોરબીના સામાજિક કાર્યકર મહાદેવભાઈ ગોહિલે મોરબી પાલિકાના ચીફ ઓફિસરને રજુઆત કરી હતી કે, શહેરના સામાકાંઠે આવેલ હાઉસિંગ બોર્ડ મહારાણા પ્રતાપ સર્કલથી સર્કિટ હાઉસ સુધીના રોડ ઉપર છેલ્લા 15 દિવસથી સ્ટ્રીટ લાઈટો બંધ હાલતમાં છે.જેના કારણે અંધારપટ રહે છે.આ રોડ ઉપર મોટા પ્રમાણમાં વાહનોનો ઘસારો રહે છે.ત્યારે રાત્રીના સમયે વાહનની ભારે પ્રકાશથી અંજાઈ જવાને કારણે અકસ્માતની ભારે સંભાવના રહે છે.જ્યારે આ માર્ગ પર રઝળતા ઢોરનો અડીગો છે જેથી અકસ્માત વાહન ચાલકો પર અકસ્માતનું જોખમ રહે છે.આથી તેમણે ચીફ ઓફિસરને રજુઆત કરી સામાકાંઠાના આ માર્ગ પર બંધ સ્ટ્રીટ લાઈટોને ફરીથી ચાલુ કરાવવાની માંગ કરી છે. Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર. મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274