મોરબી : મોરબી વિભાગીય કચેરી હેઠળ આવતા વિવિધ સબ સ્ટેશનોમાં સમારકામ કરવાનું હોવાથી ફ્રેબ્રુઆરી મહિનાના બુધવારના દિવસે લાઈટકાપ મુકવામાં આવ્યો છે. તા. 2ને બુધવારે 66 કેવી ઓલ્ડ રફાળેશ્વર સબ સ્ટેશન અને 66 કેવી જોધપર સબ સ્ટેશન, તા.9ને બુધવારના રોજ 66 કેવી ડુંગરપુર સબ સ્ટેશન, 66 કેવી કાલિકાનગર સબ સ્ટેશન, 66 કેવી બેલા સબ સ્ટેશન, તા.16ને બુધવારના રોજ 66 કેવી જેતપુર સબ સ્ટેશન, 66 કેવી અણીયારી ચોકડી સબ સ્ટેશન, તા.23ને બુધવારના રોજ 66 કેવી અમરેલી રોડ સબ સ્ટેશન, 66 કેવી ઘુંટુ સબ સ્ટેશન હેઠળના વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રહેશે.