મોરબી : મોરબીમાં આજે વહેલી સવારે ગાઢ ધુમ્મસ છવાઈ ગઈ હતી. રોડ અને હાઇવે ઉપર વિઝીબલિટી ઘટી જતા વાહનચાલકોને ભારે હાલાકી પડી હતી. 10 ફૂટ દુરનું દેખાતું પણ બંધ થઈ જતા વાહન વ્યવહારને અસર થઈ હતી. ઉલ્લેખનીય છે થોડી ઠંડીના ચમકારા સાથે આજે વહેલી સવારે લોકોએ આ ધુમ્મસભર્યા વાતાવરણને માણ્યું હતું.