ગ્રાહક જાગૃતિ માટે લિફ્ટ ઉત્પાદકો દ્વારા સૌરાષ્ટ્રમાં પ્રથમ વખત આયોજન મોરબી : સૌરાષ્ટ્રમાં પ્રથમ કહી શકાય તેવો લિફ્ટ વપરાશકર્તાઓ અને બિલ્ડરો માટે ગ્રાહકો જાગૃતિ સેમિનારનું મોરબી ખાતે આયોજન કરાયું હતું, આ સેમિનારમાં સેફટી માટેની બાબતોથી ગ્રાહકોને વાકેફ કરવામાં આવ્યા હતા. લિફ્ટના ઉપયોગમાં કાળજી ન રાખવાથી ઘણી વખત અકસ્માતો થતા હોય છે ત્યારે નાની - નાની બાબતની જો કાળજી લેવામાં આવે તો આવા અકસ્માતો નિવારી શકાતા હોવાનું ઇટલીની લિફ્ટ ઉત્પાદક કંપની મોન્ટેનરી કમ્પોનન્ટ પ્રા.લી.ના સી.ઇ.ઓ મી.કાબ્રિઝીઓએ જણાવ્યું હતું. આદિત્ય ઇલેક્ટ્રિકલ એલિવેટર્સ અને મોન્ટેનરી કમ્પોનન્ટના સંયુક્ત ઉપક્રમે મોરબીમાં યોજાયેલા લિફ્ટ જાગૃતિ અંગેના સેમિનારમાં બહોળી સંખ્યામાં બિલ્ડરો અને લિફ્ટ વપરાશકર્તાઓ હાજર રહ્યા હતા અને સેફટી અંગેના પગલાંની જાણકારી મેળવી હતી. સમગ્ર આયોજનને સફળ બનાવવા આદિત્ય એલિવેટર્સના ચેરમેન અરવિંદભાઈ પટેલ સાહિતનાઓએ ભારે જહેમત ઉઠાવી હતી.