મોરબી : મોરબીના જુના જાંબુડિયા ગામ નજીક આવેલ સિરામિક ફેકટરીમાં શ્રમિક મહિલાની એક વર્ષની બાળકી રમતા - રમતા લીફ્ટમાં દબાઈ જતા કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના જુના જાંબુડિયા ગામ નજીક આવેલ ઇન્ડિયા સિરામિક ફેકટરીમાં શ્રમિક મહિલા કામ કરતી હતી ત્યારે સોનાક્ષી શાંતિભાઈ આદિવાસી ઉ.૧ નામની બાળકી રમતા - રમતા લીફ્ટમાંમાં દબાઈ જતા તેણીનું મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટના અંગે મોરબી તાલુકા પોલીસે એડી નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.