ટીવી, ફ્રિજ, વોશિંગમશીન, માઈક્રોવેવમાં ગ્રાહકોને સીધો જ ૮ થી ૧૦ ટકા ભાવ ઘટાડાનો લાભ : મોન્સૂન બોનાન્ઝા લટકામાં ! (પ્રમોશનલ આર્ટિકલ) મોરબી : કેન્દ્ર સરકાર દ્વારા ઇલક્ટ્રોનિકસ ગુડ્સ સેકટરમાં જીએસટી દર ૨૮ ટકાથી ૧૮ ટકા કરતા મોરબીની એલજી શોપી વિઆન્સ કોર્પોરેશન અને વિઆન્સ ઇલેક્ટ્રોનિક્સ દ્વારા જીએસટી ઘટાડાનો લાભ સીધો જ ગ્રાહકોને આપવાનું શરૂ કરતાં દિવાળી પહેલા જ દિવાળીનો માહોલ જોવા મળી રહ્યો છે. જીએસટી કાઉન્સિલ દ્વારા તાજેતરમાં દેશમાં ઇલેક્ટ્રિનિક્સ માર્કેટની માંગણીઓને ધ્યાને લઇ ફ્રિજ, વોશિંગમશીન, માઇક્રોવેવ અને સ્માર્ટ ટીવી સહિતની કેટેગરીમાં જીએસટી દર ૨૮ ટકાથી ઘટાડી ૧૮ ટકા કરતા એલજી કંપની દ્વારા ટેક્સ ઘટાડાનો લાભ સીધો જ ગ્રાહકોને આપવા પહેલ કરવામાં આવી છે. એલજી શોપી વિઆન્સ કોર્પોરેશન તથા વિઆન્સ ઇલેક્ટ્રિનિક્સ મોરબીના સનીભાઈએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા જીએસટી દરમાં ઘટાડો કરવામાં આવતા માર્કેટમાં તેજીનો સંચાર થયો છે, તેઓએ ઉમેર્યું કે હાલ અમારા બન્ને શોરૂમમાં રીતસર નવરાત્રી અને દિવાળી જેવા માહોલ વચ્ચે ખરીદી કરવા આવતા ગ્રાહકોને સ્માર્ટ ટીવી, ફ્રિજ વોશિંગમશીન માઇક્રોવેવ સહિતની પ્રોડકટ પર ૮ % થી લઈ ૧૦% સુધીનો બેનિફિટ આપવામાં આવી રહ્યો છે. વધુમાં વિઆન્સ ગ્રુપ દ્વારા જીએસટી લાભની સાથે સાથે મોન્સૂન બોનાન્ઝા ઓફરમાં એલજી પ્રોડકટ માટે એક વર્ષનો ઇન્સ્યોરન્સ, કેશબેક, એક્સચેન્જ ઓફર, વેલ્યુએડેડ ઓફરની સાથે આકર્ષક ગિફ્ટ વાઉચાર પણ ઓફર કરવામાં આવી રહ્યા છે. જેથી મોરબીના ગ્રાહકોને જીએસટી ઘટાડાનો લાભ લેવા એલજી શોપી વિઆન્સ કોર્પોરેશન નવા બસસ્ટેન્ડ સામે સનાળા રોડ મોરબી અને વિઆન્સ ઇલેક્ટ્રોનિક્સ રવાપર રોડ મોરબીની મુલાકાત લેવા અનુરોધ કરાયો છે.