જુના ગરમ કપડાં આપી દરેકને આ સેવાકાર્યમાં સહયોગ આપવા અપીલ મોરબી: લિઓ ક્લબ ઓફ મોરબી દ્વારા જરૂરિયાતમંદ લોકો માટે અનેરો પ્રોજેક્ટ હાથ ધરાયો છે.જેમાં કોઈપણ વ્યક્તિ પોતાના જુના ગરમ કપડા આપી જરૂરિયાતમંદોની વ્હારે આવી કડકડતી ઠંડીમાં હૂંફ પુરી પાડી શકશે. કડકડતી ઠંડીમાં દરેક વ્યક્તિને ગરમ કપડાંની ખાસ જરૂર હોય છે.ત્યારે લિયો ક્લબ મોરબી દ્વારા જરૂરિયાતમંદ લોકોને ગરમ કપડાં વિતરણ કરવાનો ખાસ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે.આ સેવાકાર્યમાં કોઈ પણ જોડાઈ શકે છે.આ સેવાકાર્યમાં જોડાવા માંગતા હોય તેઓએ પોતાની પાસે રહેલા જુના-નવા-ટૂંકા થઈ ગયેલા ગરમ કપડા લિઓ ક્લબને ડોનેટ કરવાના રહેશે. કપડા જમા કરાવવા માટે પીજી પટેલ કોલેજ,શનાળા રોડ અથવા પોપ્યુલર એજન્સી, સુધારાઇવાળી શેરી ખાતે સાંજે 5 થી 6 દરમિયાન સંપર્ક કરવાનો રહેશે.આ ઉપરાંત વધુ વિગતો માટે ભૌતિક જોષી(મો.નં. 95748 27229), ભૂમિત દફ્તરી (મો.ન.99250 91313), અથવા કરણ રાણપરા (મો.નં.87338 49713)નો સંપર્ક કરી શકાશે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..