2 ઓગસ્ટના રોજ થશે સેવાકીય કાર્ય, લોકોને લાભ લેવા આયોજકોની અપીલમોરબી અપડેટ: લીઓ ક્લબ ઑફ મોરબી નજરબાગ રોયલ દ્વારા પર્યાવરણ અને જીવદયાના ઉમદા હેતુથી આગામી તારીખ 02/08/2026 ને રવિવારના રોજ વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે.આ સેવાકીય પ્રોજેક્ટ અંતર્ગત સવારે 10 થી બપોરે 2 વાગ્યા સુધી નિઃશુલ્ક રોપા વિતરણ, કુંડા વિતરણ તેમજ પક્ષીઓ માટે ચકલીના માળાનું વિતરણ કરવામાં આવશે. આ ઉપરાંત, આવનારા તહેવારને ધ્યાનમાં રાખીને સંસ્થા દ્વારા રાહત દરે રાખડીનું પણ વિતરણ કરવામાં આવનાર છે.સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ જીવમાત્રની સેવા કરવાનો અને કોઈને કોઈ રીતે લોકોને મદદરૂપ થવાનો છે. આ સેવાકીય કાર્યને વધુ લોકો સુધી પહોંચાડવા અને આ સેવાનો વધુમાં વધુ લોકો લાભ લઈ શકે તે માટે આયોજકો દ્વારા મોરબીની જનતાને સહભાગી થવા અપીલ કરવામાં આવી છે.આ ઉપરાંત, સંસ્થા દ્વારા કરવામાં આવતી કોઈપણ સેવાકીય પ્રવૃત્તિઓ માટે દાતાઓનું ડોનેશન પણ સ્વીકારવામાં આવે છે. કાર્યક્રમ અંગેની વધુ માહિતી કે સહયોગ માટે મોબાઈલ નંબર 9537070527 અથવા 9328909058 પર સંપર્ક કરવા જણાવાયું છે.#Morbi #MorbiUpdate #MorbiNews #LeoClubMorbi #SocialWork #Environment #TreePlantation #Rakshabandhan #MorbiCity