Morbi: પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભરતનગરનાં મેડીકલ ઓફીસર ડો.સી.એલ.વારેવડિયા અને ડો. ડી.એસ.પાંચોટીયાના માર્ગદર્શન હેઠળ ગ્રામ્ય વિસ્તારમાં વિશ્વ મેલેરીયા દિવસ અંતર્ગત સ્કૂલમાં ગપ્પી નિદર્શન પત્રિકા વિતરણ કામગીરી તથા સધન સર્વેલન્સ દ્વારા રોગચાળા અટકાયતી કામગીરી કરવામાં આવી હતી.જેમાં મેલેરીયા ડેન્ગ્યુ તેમજ રોગચાળા અંતર્ગત ઘરે ઘરે આરોગ્ય કર્મચારી દ્વારા મુલાકાત લઈ પાણીના પાત્રની ચકાસણી અને રોગચાળાથી બચવા અંગે આરોગ્ય શિક્ષણ આપ્યું હતું. ભરત કાલરીયા દ્વારા આ તમામ કામગીરીનું સુપરવિઝન કરવામાં આવ્યું હતું.